જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

રાજુલ દવેના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

રાજુલ દવેના પુસ્તકો પર પાછા જાઓ
શંકરદાનજી દેથા જીવન અને પત્રો

શંકરદાનજી દેથા જીવન અને પત્રો

સાહિત્યકારોનાં પત્રોનાં પ્રકાશનની એક પરંપરા ગુજરાતી સાહિત્યમાં છે. જયમલ્લભાઈનો સાહિત્યકારો સાથેનો પત્રવ્યવહાર કેટલો અંગત છતાં કેટલો બિનંગત અને વ્યાપકરૂપનો છે, તેનો પરિચય ચારણી સાહિત્યનાં આરૂઢ વિદ્વાન અને લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા ઉપર લખાયેલા તથા અહીં ગ્રંથસ્થ થયેલાં પત્રોમાં...

લેખકરાજુલ દવે
કિંમતકિંમત રૂ. 75
પૃષ્ઠ141
મીડિયા ઓડિયો ઉપલબ્ધ

પુસ્તક વિશે

સાહિત્યકારોનાં પત્રોનાં પ્રકાશનની એક પરંપરા ગુજરાતી સાહિત્યમાં છે. જયમલ્લભાઈનો સાહિત્યકારો સાથેનો પત્રવ્યવહાર કેટલો અંગત છતાં કેટલો બિનંગત અને વ્યાપકરૂપનો છે, તેનો પરિચય ચારણી સાહિત્યનાં આરૂઢ વિદ્વાન અને લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા ઉપર લખાયેલા તથા અહીં ગ્રંથસ્થ થયેલાં પત્રોમાંથી વાંચવા મળે છે.
જયમલ્લભાઈ જેવાં લોકસંસ્કૃતિનાં વેધુ સમક્ષ ઠાલવેલી અંતરનાં ઊંડાણનાં-ચિત્તની વાતુની પત્રપટારી અહીં સંદર્ભોનાં અંકોડાને અકબંધ રાખીને પ્રસ્તુત કરવામાં આવી છે. પુસ્તકનાં પ્રથમ વિભાગનાં પહેલા પાંચ લેખો ચારણી કવિતા અને શંકરદાનજી વિશે જયમલ્લભાઈએ લખેલાં છે. જૂની પેઢીનાં ચારણ કવિઓ સત્યવક્તા અને સત્યને પક્ષે રહેતા આવેલા. કવિ-પરંપરાની આ ઉજળી બાજુનો પરિચય સંચયનાં પ્રથમ લેખ ‘પ્રાકૃતિક કવિતાનાં અરમાન’માંથી મળે છે. પુસ્તકને વધારે અર્થસભર અને રસાળ બનાવવા માટે અને જે-તે ઘટનાનો સંદર્ભ સમજાય તે હેતુથી પુસ્તકમાં પ્રત્યેક અગત્યનાં બનાવોનાં લેખિત સંદર્ભો મુક્યાં છે. જયમલ્લભાઈનું ગદ્ય સંઘેડાઉતાર છે. તેનો પરિચય તેમના પ્રત્યેક પુસ્તકની જેમ આ પત્રસંચયમાં પણ મળે છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

શંકરદાનજી દેથા જીવન અને પત્રો

શંકરદાનજી દેથા જીવન અને પત્રો

શંકરદાનજી દેથા જીવન અને પત્રો

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech