જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

રાજુલ દવે

‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ–૨૦૨૫’
માટે પસંદગી બદલ હાર્દિક અભિનંદન. 

🌹 એવોર્ડની ગૌરવગાથા 🌹

લોકસાહિત્યની સાધનાને મળ્યું આજે સન્માન,
શ્રી રાજુલભાઈ આપનું વધ્યું ગૌરવને માન.

શબ્દોની સુગંધથી મહેકાવ્યુ સાહિત્યનું આંગણું,
સંશોધનની સાધનાથી અજવાળ્યું જ્ઞાનનું આંગણું.

મેઘાણીની ધરતીને પરંપરાથી રાખી જીવંત,
આપની કલમથી લોકસંસ્કૃતિ બની સમૃદ્ધને શ્રીમંત.

‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ’ મળ્યો એ અભિનંદન,
સાહિત્યસાધનાને અમારા સૌના શત શત વંદન🙏🏻🙏🏻

આ ગૌરવભરી સિદ્ધિ બદલ શ્રી રાજુલ ભાઈ દવેને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 🌹💐
__ વિનોદ કોરડીયા "સરમણ"

રાજુલ દવે ફોટો 1
રાજુલ દવે ફોટો 2
રાજુલ દવે ફોટો 3

સાહિત્ય, લોકસાહિત્ય , સંતસાહિત્યના ઉમદા ઉપાસક.

'મેઘાણી એવોર્ડ' અર્પણવિધિ પ્રસંગે પરિચયાત્મક આલેખ

આર.પી.જોષી

જયમલ્લ પરમાર , નિરંજન વર્મા અને ઈશ્વરભાઈ મો.દવેની મર્મજ્ઞ મિત્ર- ત્રિપૂટી તરુણકાળે ગાંધીવાદથી પ્રેરાઈને સ્વાતંત્ર્ય- સંગ્રામકાળથી આજીવન જોડાયેલ રહી. શબ્દાનુરાગી ઈશ્વરભાઈ અને વિદ્યાનુરાગી વિદ્યાબેનનાં પનોતા પુત્ર તે રાજુલ દવે. સાહિત્ય, લોકસાહિત્ય , લોકવાણી, સંતવાણી સહિત વિવિધ વિષયો પરત્વે 55 જેટલાં અભ્યાસપૂર્ણ ગ્રંથો અને 10,000 પૃષ્ઠોમાં પથરાયેલ સાહિત્યના સંપાદક અને લેખક એટલે રાજુલ દવે.

રાજકોટના વતની રાજુલ દવેનો જન્મ 11 ડિસેમ્બર , 1956ના રોજ મુંબઈમાં થયો. દેશપ્રેમ અને સાહિત્યપ્રેમનો વારસો ગળથૂથીમાં જ લઈને જન્મેલ રાજુભાઈનો ઉછેર પણ એવા માહોલમાં થયો, જ્યાં રવિશંકર મહારાજ , કાકા કાલેલકર, મકરંદ દવે, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી , કવિ કાગ, મેરુભા ગઢવી તથા 'વિશ્વ હિંદુ પરિષદ'ના સ્થાપકો પૈકીના એક તુકડોજી મહારાજ જેવા મર્મીઓનો મેળાવડો નિયમિતપણે થતો રહેતો. જયમલ્લભાઈ પરમાર જેવા લોકવાંગ્મયના મશાલચીની નેહાળ નિશ્રામાં રાજુલભાઈ ભીતરથી સમૃદ્ધ થતા રહ્યા, સભર થતા રહ્યા.

વિજ્ઞાનમાં અનુસ્નાતક થયા પછી રાજુલભાઈએ 1983થી 2015 એમ 32 વર્ષ સુધી પત્રકારત્વ ક્ષેત્રે ખંતપૂર્વક ખેડાણ કર્યું. રાષ્ટ્રીય કક્ષાનાં અખબાર જુથ 'ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે તેઓ પ્રગાઢપણે સંકળાયેલ રહ્યા. પત્રકારત્વની આ દીર્ઘ કારકિર્દી દરમ્યાન તેઓને અટલ બિહારી બાજપાઈ, ડો. મનમોહનસિંહ, મોરારજી દેસાઈ, લાલકૃષ્ણ અડવાણી, રાજીવ ગાંધી, નરેન્દ્ર મોદી જેવા વિવિધ રાજનીતિજ્ઞો અને પાંડુરંગ દાદા, પૂ.મોરારિબાપુ , દ્રારકા - કાંચીકુટ્ટીપીઠના શંકરાચાર્યજી, પ્રમુખસ્વામી મહારાજ તેમજ 'નોબેલ પીસ પ્રાઈઝ' વિજેતા મધર ટેરેસા ઈત્યાદિ આધ્યાત્મિક વિભૂતિઓના વ્યક્તિગત સંપર્કમાં આવવાનું બન્યું અને આ બધા દિગ્ગજ વ્યક્તિત્વોના કાર્યક્રમનું કવરેજ કરવાનું બન્યું અને આ આયામ તેમનાં જીવનનો સ્મરણીય તબકક્કો રહ્યો.

પત્રકારત્વની સંગાથે રાજુલભાઈ લેખનકાર્ય અને સંપાદનકાર્ય સાથે પણ 1985થી આજપર્યંત સક્રીયપણે રમમાણ રહ્યા છે. લોકસાહિત્ય અને લોકકળાને સમર્પિત સામયિક 'ઊર્મિ નવરચના'નાં સંપાદન સાથે 1970થી 24 વર્ષ સુધી સાતત્યપૂર્વક જોડાયેલ રાજુલભાઈએ એ સામયિકના 300 જેટલા તમામ અંકો અને 18 વિશેષાંકોમાં પ્રકાશિત થયેલ લોકસંસ્કૃતિ-લોકસાહિત્ય-સંતસાહિત્ય અંગેની મૂલ્યવાન સામગ્રીનું તેમ જ જયમલભાઈ લિખિત તમામ સાહિત્યનું વિષયવાર સંપાદન- સંકલન કરીને, જરૂરી સંવર્ધન સાથે 48 જેટલાં ગરિમાપૂર્ણ ગ્રંથોની ભેટ ધરેલ છે, જે આ ક્ષેત્રના અભ્યાસીઓ માટે અધિકૃત આધારભૂત સંદર્ભસાહિત્ય તરીકે ખપમાં આવતું રહ્યું છે, રહેશે.

રાજુલભાઈ દ્વારા સંપાદિત આ પ્રકારનાં ગ્રંથોમાં 4100 દુહાઓને સમાવતો દળદાર ગ્રંથ 'દુહો દસમો વેદ' તથા 'સેવાધામનાં અમરધામ' અને 'ફૂલછાબ : કુળ અને મૂળ' વગેરે ગ્રંથો ખરેખર અ-પૂર્વ અને અનન્ય છે. આ ઉપરાંત ગુજરાતના પાળિયાઓ વિશેનો અભ્યાસમૂલક ગ્રંથ 'ભાગું તો મારી ભોમકા લાજે' આ પ્રકારનો એકમાત્ર આધારભૂત ગ્રંથ છે. વળી, તેમનાં એક પુસ્તક 'આપણાં લોકગીતો'ને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રસ્તાવનાનો લાભ મળ્યો છે. આ ઉપરાંત પ્રખર લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટની ચુનંદી વાર્તાઓનું સંપાદિત પુસ્તક 'રસભરી લોકવાર્તાઓ' પણ આ વિષયના અભ્યાસીઓ માટે ઉપકારક ગ્રંથ છે.

સંપાદન એ રાજુલ દવેનો મનગમતો વિસ્તાર છે. જયમલ્લભાઈ પરમારનાં અસંખ્ય ગ્રંથોનું નવેસરથી વિષયવાર સંપાદન કરીને તેનાં પ્રાણવાન પુસ્તકો આપનાર રાજુલભાઈએ કેટલાક 'સ્મૃતિગ્રંથ'નાં સંપાદનનું પણ જબરદસ્ત કાર્ય સુપેરે પાર પાડેલ છે. આ પૈકી જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ મો.દવે , નિરંજન વર્મા, જયાબેન શાહ, ખાદીરત્ન હરગોવિંદભાઈ પટેલ, મનુભાઈ ત્રિવેદી 'સરોદ' ડો. મગનભાઈ વગેરે વ્યક્તિવિશેષોના સ્મૃતિગ્રંથોનાં સંપાદન તેમનાં સંપાદકીય કૌશલ્ય અને કૌવતના પરિચાયક છે.

ચારણસમાજના અગ્રણી વિચારપુરુષ શ્રી રામભાઈ જામંગનાં તંત્રીપદ હેઠળ છેલ્લા બારેક વર્ષથી પ્રગટ થઈ રહેલાં , ચારણ- અસ્મિતાને ઉજાગર કરતાં મૂલ્યવાન ત્રિમાસિક સામયિક 'ચારણ સંસ્કૃતિ'નું સંપાદન પણ રાજુલભાઈ એકાદ દાયકાથી ચારુતાપૂર્વક સંભાળી રહ્યા છે, જેમાં પ્રત્યેક અંકના 'સંપાદકીય'માં સાંપ્રત વિષયો પરનાં તેમનાં અભ્યાસપૂર્ણ આલેખ આ સામયિકનું એક આગવું આકર્ષણ બની રહે છે.

1975થી લોકસાહિત્યનું સંશોધનાત્મક ફિલ્ડવર્ક કરી રહેલા રાજુલભાઈએ 1981થી આકાશવાણી સાથે અને 1986થી દૂરદર્શન સાથે સંકળાયેલ રહીને લોકવાંગ્મયના અનેકાનેક કાર્યક્રમોની ભેટ ધરેલ છે. 1990માં કાઠી સમાજની સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય પરંપરાને ઉજાગર કરતી તેમણે બનાવેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ રાષ્ટ્રીય પ્રસારણમાં સ્થાન પામેલ છે. આ ઉપરાંત આકાશવાણી ઉપર તેમના વિવિધ વિષયો પરના વાર્તાલાપો ચારેક દાયકાથી પ્રસારિત થતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં મુલાકાતી પ્રધ્યાપક તરીકે 13 વર્ષ સુધી તેઓ સેવારત રહ્યા.

'સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી, સાહિત્યની સુગંધ, ગુજરાતમાં વૈષ્ણવી ભક્તિધારા' વગેરે 13 અભ્યાસપૂર્ણ પુસ્તકોના લેખક રાજુલ દવે છેલ્લા ચારેક દાયકાથી કુશળ વક્તા તરીકે અનેક સંસ્થાઓનાં મંચ ઉપર લોકસાહિત્ય- સંતસાહિત્યના વિવિધ વિષયો ઉપર મનનીય વ્યાખ્યાનો આપતાં રહ્યા છે અને તેમના અધ્યયનમૂલક આર્ટિકલ્સ વિવિધ અખબારો, સામયિકોમાં સમયાંતરે પ્રગટતા રહ્યા છે. વળી, તેમની પાસે વિશાળ અંગત લાયબ્રેરી અને 200 કલાકની ધ્વનિમુદ્રિત સામગ્રી પણ છે, જે તેમની વિશિષ્ટ વિદ્યાપ્રીતિને ઉજાગર કરે છે. હજુ એકાદ ડઝન પુસ્તકો થઈ શકે એવી અને એટલી સમૃદ્ધ સામગ્રી હાલ એમની પાસે છે. રસપ્રદ હકીકત એ પણ છે કે રાજુલભાઈ દ્વારા સંપાદિત, લિખિત તમામ પુસ્તકોનું પ્રકાશન આપણાં સુખ્યાત પ્રકાશક 'પ્રવીણ પ્રકાશન' રાજકોટ દ્વારા થયેલ છે. આ માટે ગોપાલભાઈ પટેલને પણ ધન્યવાદ.

કવિતા, વાર્તા, નાટક, લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય , સંતસાહિત્ય, ચારણી સાહિત્ય , ધર્મ, અધ્યાત્મ, ચિંતન, સંગીતકળા, ચિત્રકળા ઈત્યાદિ વિધવિધ વિધાઓના અભ્યાસી અને રસિકજન રાજુલ દવેનો એક અન્ય મનગમતો આયામ તે પરિભ્રમણ. સમગ્ર ગુજરાત અને પોણાભાગની ભારતભૂમિને ખૂંદી વળેલ રાજુલભાઈ આઠ-દેશોની મુલાકાતો લઈ આવ્યા છે.

પૂ.મોરારિબાપુ પ્રેરિત 'કાગ એવોર્ડ'ના પ્રકલ્પ સાથે શરૂઆતથી જોડાયેલ રાજુલ દવે યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં અને સરકારશ્રીના કલામહાકુંભ જેવા અન્ય સ્પર્ધાત્મક ઉપક્રમોમાં લોકસાહિત્ય વિષયના નિર્ણાયક તરીકે સેવારત રહ્યા છે. ગુજરાત સરકારની 'પુસ્તક પસંદગી સમિતિ' સાથે સંકળાયેલ રાજુલભાઈએ 2011 - 12માં સામાજિક સહયોગ થકી જયમલ્લભાઈ પરમાર જન્મશતાબ્દિ અંતર્ગત ગુજરાતનાં વિવિધ નગરો- મહાનગરોમાં 26 જેટલા કાર્યક્રમોનું અદ્ભુત આયોજન કરેલ.

લોકસાહિત્ય ક્ષેત્રે પ્રભાવક પ્રદાન બદલ 2024માં પૂ. મોરારિબાપુના હસ્તે પ્રતિષ્ઠિત 'કાગ એવોર્ડ' મેળવનાર રાજુલભાઈ 2025માં પણ મેયરશ્રી રાજકોટ દ્વારા 'પ્રતિષ્ઠિત નાગરિક સન્માન' થકી ઉચિત ઢબે પુરસ્કૃત થયેલ છે.

હવે 2026માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાપિત 'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય સંશોધન કેન્દ્ર' તરફથી 9 સપ્ટેમ્બર , 2026ના રોજ પૂ. મોરારિબાપુના વરદ હસ્તે 'મેઘાણી એવોર્ડ'થી પુરસ્કૃત થઈ રહેલા રાજુલ દવેનો એ અંગેનો પ્રતિભાવ જાણીએ :

-- " 'મેઘાણી એવોર્ડ'થી થતું પોતાનું સન્માન માત્ર સંશોધક- લેખક-પત્રકાર -સંપાદક રાજુલ દવેનું સન્માન નથી. પરંતુ 'ઊર્મિ નવરચના'ની પૂરાં 24 વર્ષની લોકયાત્રા, જયમલ્લભાઈ પરમાર , ઈશ્વરભાઈ મો.દવે , વિદ્યાબેન દવે અને એમની સાથે જોડાયેલાં 80 ઉપરાંત લોકવિદ્યા, લોકસંસ્કૃતિ , લોકસાહિત્ય , લોકસંગીત ક્ષેત્રના લોકોની દિવ્ય ચેતનાઓની પણ ભાવવંદના છે."

क्या बात !

લોકવાંગ્મયના લોકલાડીલા ઉપાસક રાજુલ દવે પાસે હજુ એકાદ ડઝન પુસ્તકો થઈ શકે એટલું, એવું વૈપુલ્યસભર, વૈવિધ્યસભર સાહિત્ય પડેલું છે, જે સત્વરે ગ્રંથ સ્વરૂપે ઉપલબ્ધ થાય એવી અભ્યર્થના સાથે રાજુલ દવેને દીર્ઘ , સ્વસ્થ , પ્રસન્ન અને શબ્દસભર જીવનની અઢળક સુકામનાઓ.

ફોટો ગેલેરી

રાજુલ દવેના જીવન, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને યાદગાર પ્રસંગોની તસવીરી ઝાંખી જુઓ.

દુલાભાઇ કાગ એવોર્ડ
દુલાભાઇ કાગ એવોર્ડ
દુલાભાઇ કાગ એવોર્ડ
દુલાભાઇ કાગ એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

વિડિયો ગેલેરી

રાજુલ દવેના સાહિત્યિક કાર્યક્રમો, મુલાકાતો અને યાદગાર વિડિયો જુઓ.

ફૂલછાબ Podcast: શબ્દ સંવાદ: જાણીતા પત્રકાર,લેખક, સંશોધક અને સંપાદક રાજુલ દવે...

ફૂલછાબ Podcast: શબ્દ સંવાદ: જાણીતા પત્રકાર,લેખક, સંશોધક અને સંપાદક રાજુલ દવે...

રાજુલ દવેને મેઘાણી એવોર્ડ, એમની સાથે મજાની મુલાકાત

રાજુલ દવેને મેઘાણી એવોર્ડ, એમની સાથે મજાની મુલાકાત

રાજુલભાઈ દવેને એનાયત થશે લોકસાહિત્યનો પ્રતિષ્ઠિત ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ...| karuna talks

રાજુલભાઈ દવેને એનાયત થશે લોકસાહિત્યનો પ્રતિષ્ઠિત ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ...| karuna talks

પ્રકૃતિના એમ્બેસેડર છે ભગવાન શ્રીરામ

પ્રકૃતિના એમ્બેસેડર છે ભગવાન શ્રીરામ

મહાવીરને અનુસરીએ તો યુદ્ધની નોબત ના આવે રાજુલ દવે [ પત્રકાર – લેખક]

મહાવીરને અનુસરીએ તો યુદ્ધની નોબત ના આવે રાજુલ દવે [ પત્રકાર – લેખક]

આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી @ ઊર્જા ૫૦૦ l રાજુલ દવે

આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી @ ઊર્જા ૫૦૦ l રાજુલ દવે

લોકસાહિત્ય સંશોધન, સંપાદન,લેખન ક્ષેત્રનું ગગનચુંબી શિખર- જયમલ્લભાઈ પરમાર

લોકસાહિત્ય સંશોધન, સંપાદન,લેખન ક્ષેત્રનું ગગનચુંબી શિખર- જયમલ્લભાઈ પરમાર

મર્ત્યલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી...

મર્ત્યલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી...

શહિદ દિવસ વિશેષ l આવો ગાંધીજી અને શહીદોને યાદ કરીએ

શહિદ દિવસ વિશેષ l આવો ગાંધીજી અને શહીદોને યાદ કરીએ

આલા દરજ્જાના પત્રકાર ગાંધીજી - રાજુલ દવે

આલા દરજ્જાના પત્રકાર ગાંધીજી - રાજુલ દવે

વિચારવિમર્શ

વિચારવિમર્શ

સંત સાહિત્યપર્વ

સંત સાહિત્યપર્વ

સાહિત્યિક સંવાદ

સાહિત્યિક સંવાદ

વિશેષ મુલાકાત

વિશેષ મુલાકાત

લોકકલા-સાહિત્ય સંવર્ધક

લોકકલા-સાહિત્ય સંવર્ધક

યુવા પેઢી સુધી સાહિત્ય પહોચાડવામાં ભીખુદાન ગઢવીનો મહત્વનો ફાળો

યુવા પેઢી સુધી સાહિત્ય પહોચાડવામાં ભીખુદાન ગઢવીનો મહત્વનો ફાળો

ઓમ પર્વત અને આદી કૈલાશ l રાજુલ દવે

ઓમ પર્વત અને આદી કૈલાશ l રાજુલ દવે

વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિન

વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિન

હાલો માનવિયું મેળે : મેળે મેળે લોકો મળે એનું નામ લોકમેળો...

હાલો માનવિયું મેળે : મેળે મેળે લોકો મળે એનું નામ લોકમેળો...

કલમની કસોટીથી મેઘાણી એવોર્ડ સુધી: પત્રકાર રાજુલ દવેની સફર

કલમની કસોટીથી મેઘાણી એવોર્ડ સુધી: પત્રકાર રાજુલ દવેની સફર

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજુલભાઈ દવેને મળશે પ્રતિષ્ઠિત ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજુલભાઈ દવેને મળશે પ્રતિષ્ઠિત ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોરારી બાપુના હસ્તે મેઘાણી એવોર્ડ રાજુલ દવે, હેમુ ગઢવી એવોર્ડ..

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોરારી બાપુના હસ્તે મેઘાણી એવોર્ડ રાજુલ દવે, હેમુ ગઢવી એવોર્ડ..

મેઘાણી એવોર્ડ

મેઘાણી એવોર્ડ

પુરસ્કારો અને સન્માન

રાજુલ દવેને મળેલા પુરસ્કારો, સન્માનો અને સાહિત્યિક સિદ્ધિઓની ઝાંખી.

કવિશ્રી કાગબાપુ લોક સાહિત્ય એવોર્ડ - 2024
RMC - 2018
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓની કચેરી - રાજકોટ - 2025
રાજુલ દવે - 2025

રાજુલ દવેના પુસ્તકો

સેવાધરમનાં અમરધામ પુસ્તક જુઓ સેવાધરમનાં અમરધામ વિગતો જુઓ
સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી પુસ્તક જુઓ સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી વિગતો જુઓ
પરિચય પુસ્તિકા પુસ્તક જુઓ પરિચય પુસ્તિકા વિગતો જુઓ
લોકસંસ્કૃતિનું બીલીપત્ર પુસ્તક જુઓ લોકસંસ્કૃતિનું બીલીપત્ર વિગતો જુઓ
શંકરદાનજી દેથા જીવન અને પત્રો પુસ્તક જુઓ શંકરદાનજી દેથા જીવન અને પત્રો વિગતો જુઓ
દુલા કાગના પત્રો-પ્રેરણા પુસ્તક જુઓ દુલા કાગના પત્રો-પ્રેરણા વિગતો જુઓ
લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો પુસ્તક જુઓ લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો વિગતો જુઓ
સાહિત્યની સુગંધ પુસ્તક જુઓ સાહિત્યની સુગંધ વિગતો જુઓ
ખાખરેચી સત્યાગ્રહ પુસ્તક જુઓ ખાખરેચી સત્યાગ્રહ વિગતો જુઓ
અણનમ વીરત્વ પુસ્તક જુઓ અણનમ વીરત્વ વિગતો જુઓ
અંતર ના અમી પુસ્તક જુઓ અંતર ના અમી વિગતો જુઓ
રસભરી લોકવાર્તાઓ પુસ્તક જુઓ રસભરી લોકવાર્તાઓ વિગતો જુઓ
હૈયું હલ્બલાવતું સાહિત્ય પુસ્તક જુઓ હૈયું હલ્બલાવતું સાહિત્ય વિગતો જુઓ
પ્રકાશના પંથે પુસ્તક જુઓ પ્રકાશના પંથે વિગતો જુઓ
સુચરિત્તમ પુસ્તક જુઓ સુચરિત્તમ વિગતો જુઓ
તુમ મુજે ખૂન દો પુસ્તક જુઓ તુમ મુજે ખૂન દો વિગતો જુઓ
મેરામણ ના મોતી પુસ્તક જુઓ મેરામણ ના મોતી વિગતો જુઓ
ગુજરાત માં વૈષ્ણવી ભક્તિધારા પુસ્તક જુઓ ગુજરાત માં વૈષ્ણવી ભક્તિધારા વિગતો જુઓ
સેવા સાહિત્ય નો સંગમ - ડો મગનભાઈ ગોંડલીયા પુસ્તક જુઓ સેવા સાહિત્ય નો સંગમ - ડો મગનભાઈ ગોંડલીયા વિગતો જુઓ
થાઇલેન્ડ - મલેશિયા - સિંગાપોંર પુસ્તક જુઓ થાઇલેન્ડ - મલેશિયા - સિંગાપોંર વિગતો જુઓ
સદ્વિદ્યાના પ્રેરક શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી પુસ્તક જુઓ સદ્વિદ્યાના પ્રેરક શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી વિગતો જુઓ
ઓડિયો સાંભળો

સેવાધરમનાં અમરધામ

સેવાધરમનાં અમરધામ

સેવાધરમનાં અમરધામ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

પરિચય પુસ્તિકા

પરિચય પુસ્તિકા

પરિચય પુસ્તિકા

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

લોકસંસ્કૃતિનું બીલીપત્ર

લોકસંસ્કૃતિનું બીલીપત્ર

લોકસંસ્કૃતિનું બીલીપત્ર

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

શંકરદાનજી દેથા જીવન અને પત્રો

શંકરદાનજી દેથા જીવન અને પત્રો

શંકરદાનજી દેથા જીવન અને પત્રો

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

દુલા કાગના પત્રો-પ્રેરણા

દુલા કાગના પત્રો-પ્રેરણા

દુલા કાગના પત્રો-પ્રેરણા

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો

લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો

લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

સાહિત્યની સુગંધ

સાહિત્યની સુગંધ

સાહિત્યની સુગંધ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

ખાખરેચી સત્યાગ્રહ

ખાખરેચી સત્યાગ્રહ

ખાખરેચી સત્યાગ્રહ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

અણનમ વીરત્વ

અણનમ વીરત્વ

અણનમ વીરત્વ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

અંતર ના અમી

અંતર ના અમી

અંતર ના અમી

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

રસભરી લોકવાર્તાઓ

રસભરી લોકવાર્તાઓ

રસભરી લોકવાર્તાઓ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

હૈયું હલ્બલાવતું સાહિત્ય

હૈયું હલ્બલાવતું સાહિત્ય

હૈયું હલ્બલાવતું સાહિત્ય

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

પ્રકાશના પંથે

પ્રકાશના પંથે

પ્રકાશના પંથે

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

સુચરિત્તમ

સુચરિત્તમ

સુચરિત્તમ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

તુમ મુજે ખૂન દો

તુમ મુજે ખૂન દો

તુમ મુજે ખૂન દો

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

મેરામણ ના મોતી

મેરામણ ના મોતી

મેરામણ ના મોતી

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

ગુજરાત માં વૈષ્ણવી ભક્તિધારા

ગુજરાત માં વૈષ્ણવી ભક્તિધારા

ગુજરાત માં વૈષ્ણવી ભક્તિધારા

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

સેવા સાહિત્ય નો સંગમ - ડો મગનભાઈ ગોંડલીયા

સેવા સાહિત્ય નો સંગમ - ડો મગનભાઈ ગોંડલીયા

સેવા સાહિત્ય નો સંગમ - ડો મગનભાઈ ગોંડલીયા

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

થાઇલેન્ડ - મલેશિયા - સિંગાપોંર

થાઇલેન્ડ - મલેશિયા - સિંગાપોંર

થાઇલેન્ડ - મલેશિયા - સિંગાપોંર

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
ઓડિયો સાંભળો

સદ્વિદ્યાના પ્રેરક શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી

સદ્વિદ્યાના પ્રેરક શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી

સદ્વિદ્યાના પ્રેરક શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.

વિડિયો

1 / 1

1 / 1
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech