જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ઝવેરચંદ મેઘાણી સ્મરણાંજલિ
સંપાદનો

ઝવેરચંદ મેઘાણી સ્મરણાંજલિ

ઝવેરચંદ મેઘાણીનાં મૃત્યુ સમયે ઈ. સ. 1947માં જયમલ્લ પરમાર રાણપુરથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક ‘ફૂલછાબ’નું સંચાલન કરતાં હતાં. ઝવેરચંદ મેઘાણી પ્રત્યેના આદર અને ‘ફૂલછાબ’ની માગણીના જવાબમાં જે અંજલિ-પ્રવાહ વહ્યો તે પુસ્તકરૂપે સંગ્રહી લેવા ધાર્યું. ઝવેરચંદ મેઘાણીનાં...

સાહિત્યપ્રકારસંપાદનો
પૃષ્ઠ188
કિંમતઅમૂલ્ય

પુસ્તક વિશે

ઝવેરચંદ મેઘાણીનાં મૃત્યુ સમયે ઈ. સ. 1947માં જયમલ્લ પરમાર રાણપુરથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક ‘ફૂલછાબ’નું સંચાલન કરતાં હતાં. ઝવેરચંદ મેઘાણી પ્રત્યેના આદર અને ‘ફૂલછાબ’ની માગણીના જવાબમાં જે અંજલિ-પ્રવાહ વહ્યો તે પુસ્તકરૂપે સંગ્રહી લેવા ધાર્યું. ઝવેરચંદ મેઘાણીનાં મૃત્યુ પછી ફક્ત ચાર માસના ગાળામાં આ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. ઝવેરચંદ મેઘાણીનાં જીવનનાં વિવિધ અંશો અહીં સૌપ્રથમ જયમલ્લભાઈએ સંકલિત કરી ‘હું પહાડનું બાળક’ શીર્ષકરૂપે ગ્રંથસ્થ કર્યાં હતાં. બાદમાં આ શીર્ષક અતિ પ્રચલિત બન્યું, પણ તેનો સૌપ્રથમ ઉપયોગ સ્મરણાંજલિનાં આ પુસ્તકમાં કરવામાં આવ્યો હતો. મેઘાણીભાઈનાં જીવન અને સાહિત્યને સમજવામાં આ પુસ્તક પાયારૂપ છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

ઝવેરચંદ મેઘાણી સ્મરણાંજલિ

ઝવેરચંદ મેઘાણી સ્મરણાંજલિ

ઝવેરચંદ મેઘાણી સ્મરણાંજલિ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech