જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
શીલવંતી નારીઓ
સંપાદનો

શીલવંતી નારીઓ

‘શીલવંતી નારીઓ’ના આ ગ્રંથમાં લોકસંસ્કૃતિની સીમા નિશ્ચિત કરીને તેમાં સ્ત્રીત્વના વિશિષ્ટ વ્યક્તિત્વ તરફ ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે. માત્ર સ્ત્રીઓને જ કેન્દ્રમાં રાખીને સંપાદિત કરવામાં આવેલા આ પુસ્તકમાં સ્ત્રીમાં રહેલા આગવા દૈવતની ઝલક જોવા મળે છે. સ્ત્રીમાં રહેલ...

સાહિત્યપ્રકારસંપાદનો
પૃષ્ઠપૃષ્ઠ – 255

પુસ્તક વિશે

‘શીલવંતી નારીઓ’ના આ ગ્રંથમાં લોકસંસ્કૃતિની સીમા નિશ્ચિત કરીને તેમાં સ્ત્રીત્વના વિશિષ્ટ વ્યક્તિત્વ તરફ ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે. માત્ર સ્ત્રીઓને જ કેન્દ્રમાં રાખીને સંપાદિત કરવામાં આવેલા આ પુસ્તકમાં સ્ત્રીમાં રહેલા આગવા દૈવતની ઝલક જોવા મળે છે. સ્ત્રીમાં રહેલા પ્રેમ, વાત્સલ્ય, ખુમારી, ફનાગીરી, સ્વાર્પણ, ઉદારતા, પરાક્રમ, સાહસ, ભક્તિ વગેરે વિશેષ ગુણોનું ભરપૂર દર્શન આ પુસ્તકમાં સમાવિષ્ટ લોકવાર્તાઓ, કાવ્યો, દુહા અને અભ્યાસલેખોમાં થાય છે. જયમલ્લ પરમારના બે નિરીક્ષણો ધ્યાનાર્હ છે  ‘લોકગીતોમાં સ્ત્રીઓએ પોતાનો સંપૂર્ણ આત્મા ઠાલવ્યો છે. આ સ્ત્રી-વાઙમયમાંથી માતૃશક્તિની પ્રતિભા પ્રગટે છે.’ અને ‘રૂપ એ કહેવાય કે જે જીવન સમસ્તને રૂપાળું બનાવે.’
પુસ્તક બે વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં નારીજીવનના વિભિન્ન પહેલુઓનો પરિચય કરાવતી 24 લોકકથાઓ છે. ‘મીટે ન ભાળું માંગડો’માં માંગડાવાળા અને પદ્માવતીની 32 પૃષ્ઠોમાં વિસ્તરેલી કથા સૌપ્રથમ ગ્રંથસ્થ થઈ છે. પ્રેમ, ત્યાગ, તપશ્ચર્યા, સ્વાર્પણ, દિલેરી અને જવાંમર્દીને કથતી આ તમામ લોકકથાઓ રસાળ બાનીમાં સ્ત્રીઓના અલગ અલગ પહેલુઓનો પરિચય કરાવે છે. કુલ 24 લોકકથાઓ પૈકી સાત, જયમલ્લ પરમાર લિખિત છે.
પુસ્તકનો બીજો વિભાગ અભ્યાસલેખોનો છે. જેમાં તેર લેખો સમાવિષ્ટ છે. આ પૈકીના નવ લેખો જયમલ્લ પરમારે લખેલા છે. આ અભ્યાસલેખોમાં ઊંડાણની સાથે રસાળતા તેમજ તરલતા છે. નારી-જીવનનો તાગ પામવાની તેમાં કોશિશ કરવામાં આવી છે. જયમલ્લભાઈએ પોતાના લેખોમાં નારી-જીવનનાં વિવિધ પાસાં સમગ્રપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક લેખો જોઈએ તો ‘નારીજીવનનંધ અભ્યાસક્ષેત્ર’, ‘લોકગીતોમાં નારીભાવો’, ‘લોકસંસ્કૃતિમાં ભાઈ-બહેનનો સંબંધ’, ‘લોકજીવનમાં નારીનું સૌંદર્ય અને પ્રતિભા’, ‘લગ્નગીતોમાં વરકન્યાની પસંદગી’, ‘નારી તું નારાયણી’, ‘લોકગીતોમાં નારીના વસ્ત્રો, અલંકારો અને કલાપરખ’ વગેરે.
‘લોકસંસ્કૃતિમાં ભાઈ-બહેનનો સંબંધ’ની ચર્ચા ઘણી રોચક બની છે. જયમલ્લ પરમારે યથાર્થ નોંધ્યું છે : ‘આપણા શિષ્ટ સાહિત્યમાં બંધુ-ભગિનીના પરમ સ્નેહનું આવું ચિત્રણ ઘણું ઓછું જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં પ્રિતમ-પ્રેયસીનાં જ દર્શન થાય છે.’ ‘શીલવંતી નારીઓ’નું આ પુસ્તક સ્ત્રીને પોતાની આત્મશક્તિનો, આત્મગૌરવનો, સમાજમાં પોતાના વિશિષ્ટ સ્થાનનો તેમજ પોતાના વિશિષ્ટ કર્તવ્યનો બોધ કરાવવામાં નિમિત્ત બને છે.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech