જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
સત્ નામનો આધાર
નવલકથાઓ

સત્ નામનો આધાર

સત્ નામનો આધાર ગ્રામનવલકથા છે. ચાર-પાંચ પાત્રો વચ્ચે કૃત્રિમ સંઘર્ષ આલેખી કથારસ ટકાવી રાખવો એ એક વાત છે અને આખા ગામની વસ્તીને એની સીમા વચ્ચેના સંસારમાં ધબકતી આલેખવી એ બીજી વાત છે. જયમલ્લ પરમારની સર્જકતા અહીં ખીલી ઊઠી છે. દસ્તાવેજી, સામગ્રીને ભાતીગળ ઘાટ આપી એમાં રહસ્યની ઝાંય પ્રગટ...

સાહિત્યપ્રકારનવલકથાઓ
પૃષ્ઠપૃષ્ઠ – 376
કિંમતકિંમત રૂ. 80

પુસ્તક વિશે

સત્ નામનો આધાર ગ્રામનવલકથા છે. ચાર-પાંચ પાત્રો વચ્ચે કૃત્રિમ સંઘર્ષ આલેખી કથારસ ટકાવી રાખવો એ એક વાત છે અને આખા ગામની વસ્તીને એની સીમા વચ્ચેના સંસારમાં ધબકતી આલેખવી એ બીજી વાત છે. જયમલ્લ પરમારની સર્જકતા અહીં ખીલી ઊઠી છે. દસ્તાવેજી, સામગ્રીને ભાતીગળ ઘાટ આપી એમાં રહસ્યની ઝાંય પ્રગટાવી છે. નવલકથામાં મુખ્ય પ્રશ્ન પાણીનો હોય એમ લાગે, પણ પાણી ક્યારે જીવનનું પ્રતીક બની જાય છે અને ભાવક ક્યારે સમગ્રના અનુભવમાં મુકાઈ જાય છે એની સભાનતા રહેતી નથી. હિંદીમાં જેને ‘જાનપદી ઉપન્યાસ’ કહેવાય, તેવી નવલકથા ‘સત્ નામનો આધાર’ છે. આ નવલકથાને માત્ર વાર્તા તરીકે ન વાંચતાં, તેની આસ્વાદ્ય ઈમારતને પણ તપાસવા જેવી છે. કથામાં સમર્પણ અને બલિદાનની કથાઓ દ્દષ્ટાંત તરીકે વણાઈ છે. લેખકની બળકટ ભાષા, રસદાર વર્ણનો અને ચોટદાર નિરૂપણશક્તિ નવલકથાને રોચક બનાવે છે. દેશની સ્વતંત્રતા પહેલાં ગામડાઓમાં રહેલી મુખીપ્રથા અને ખેલાતી કૂટનીતિનું અહીં નિરૂપણ છે. આઝાદીના છ દાયકા પછી આ પ્રશ્નો અલગ રીતે અસ્તિત્વ ધરાવે છે. પ્રસ્તુત નવલકથા સત્ય ઘટના પર આધારિત પ્રસંગોમાંથી વણી છે, તેથી ઘટનાક્રમને અનુરૂપ તેનો અંત આવ્યો છે.

સમગ્ર કથા ધરતીના માનવો, તેમની ખુમારી, તેમની વચ્ચે ખેલાતા છળકપટ, તેમની આશા અને અરમાનો પર રચાયેલી છે.

નવલકથા પછી જયમલ્લભાઈએ લખેલી 19 નવલિકાઓ પુસ્તકમાં સમાવિષ્ટ કરી છે. ટૂંકી વાર્તાઓનું કેન્દ્રબિંદુ ઇતિહાસ, લોકકથા કે સમાજજીવન રહ્યા છે. આ વાર્તાઓમાં વિષયનું વૈવિધ્ય જોવા મળે છે. વ્યાપક ભ્રમણ, અનેક વ્યક્તિઓ સાથેના સંબંધો, ઉઘાડી આંખે કરેલું નિરીક્ષણ, રખડપટ્ટી-એ બધામાંથી જયમલ્લભાઈએ વિષયવસ્તુ તારવી તેને પોતાની કલ્પનાથી નવલિકાનો શબ્દદેહ આપ્યો છે.

 

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

સત્ નામનો આધાર

સત્ નામનો આધાર

સત્ નામનો આધાર

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech