જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ફૂલછાબ કુળ અને મૂળ
સંસ્મરણો

ફૂલછાબ કુળ અને મૂળ

‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ સાપ્તાહિક અને ૧૯૫૦માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાંથી દૈનિક બની રાજકોટ આવ્યું તેના આરંભના પાંચ વર્ષો મળી ૧૯૨૧ થી ૧૯૫૫ સુધીના ૩૫ વર્ષોનો સિલસિલાબંધ ઈતિહાસ પ્રસ્તુત પુસ્તકમાં વાંચવા મળે છે. જયમલ્લભાઈ સાપ્તાહિક ‘...

સાહિત્યપ્રકારસંસ્મરણો
પૃષ્ઠ568
કિંમતકિંમત રૂ. 400

પુસ્તક વિશે

‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ સાપ્તાહિક અને ૧૯૫૦માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાંથી દૈનિક બની રાજકોટ આવ્યું તેના આરંભના પાંચ વર્ષો મળી ૧૯૨૧ થી ૧૯૫૫ સુધીના ૩૫ વર્ષોનો સિલસિલાબંધ ઈતિહાસ પ્રસ્તુત પુસ્તકમાં વાંચવા મળે છે. જયમલ્લભાઈ સાપ્તાહિક ‘ફૂલછાબ’ અને દૈનિક ‘ફૂલછાબ’ના પહેલા તંત્રી તરીકે ‘ફૂલછાબ’ સંસ્થા સાથે નિકટથી સંકળાયેલા રહ્યા, એટલે ઉપરોકત પુસ્તક દસ્તાવેજીકરણની દિશામાં મહત્વનું કદમ છે. ૮૪ પ્રકરણો, પાંચ પરિશિષ્ટો અને ૩૨ પાનાં ફોટો આલ્બમના ધરાવતા આ પુસ્તકમાં ઈતિહાસની કેટલીક અજાણી અને ઓછી જાણીતી હકીકતો પ્રસિધ્ધ થઇ છે. એક રીતે જોઈએ તો ‘ફૂલછાબ: કુળ અને મૂળ’ પુસ્તક સંસ્મરણોનું છે. સંસ્મરણો પણ આખરે તો ઈતિહાસ છે. સૌરાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ‘સૌરાષ્ટ્ર’ પત્રની સ્થાપના અમૃતલાલ શેઠે કેવા સંજોગોમાં કરી, ઝવેરચંદ મેઘાણીનું તેમાં આગમન, ‘ફૂલછાબ’ સાપ્તાહિકના તંત્રી તરીકેનું તેમનું યોગદાન, ‘ફૂલછાબ’માં ગાંધીજી, દેશની આઝાદી બાદ ૧૯૫૦માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકનું દૈનિકમાં રૂપાંતર અને તેનું રાણપુરથી રાજકોટમાં સ્થળાંતર, આરંભના સંઘર્ષભર્યા પાંચ વર્ષો ઈત્યાદિ વૈવિધ્યસભર ઈતિહાસ પ્રસ્તુત પુસ્તકના ૫૭૦ પૃષ્ઠોમાં વાંચવા મળે છે. ગુજરાતી અખબારનો ઈતિહાસ લખાયો હોય તેવા કિસ્સા જૂજ છે. તેમાં ‘ફૂલછાબ:કુળ અને મૂળ’ ખૂબ મહત્વનું પ્રકાશન છે. સૌરાષ્ટ્ર પ્રદેશનો કેટલોક ઈતિહાસ પણ તેમાં આવરી લેવાયો છે. એ રીતે જોઈએ તો આ માત્ર પત્રનો ઈતિહાસ નથી, પણ એક પ્રકારે દેશનો, સમાજનો પણ ઈતિહાસ છે. ઐતિહાસિક અને દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ પ્રસ્તુત પુસ્તક મૂલ્યવાન છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

ફૂલછાબ કુળ અને મૂળ

ફૂલછાબ કુળ અને મૂળ

ફૂલછાબ કુળ અને મૂળ

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech