જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
જંજીર (કાવ્યસંગ્રહ)
કવિતા

જંજીર (કાવ્યસંગ્રહ)

જયમલ્લ પરમારનાં નામસ્મરણ સાથે જ લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યનાં સંશોધક-સંવર્ધક તરીકેની તેમની છબિ, સૌકોઈનાં માનસપટ ઉપર ઉપસી આવે છે. કાવ્યસર્જન એ જયમલ્લભાઈનું પ્રમુખક્ષેત્ર નથી રહ્યું, તેમ છતાં તેમણે પ્રસંગોપાત કાવ્યસર્જન પ્રતિ કલમ અવશ્ય ચલાવી છે. તેમનામાં કાવ્ય તથા કલ્પનાનાં જે અંકુ...

સાહિત્યપ્રકારકવિતા
પૃષ્ઠ69
કિંમતકિંમત રૂ. 25

પુસ્તક વિશે

જયમલ્લ પરમારનાં નામસ્મરણ સાથે જ લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યનાં સંશોધક-સંવર્ધક તરીકેની તેમની છબિ, સૌકોઈનાં માનસપટ ઉપર ઉપસી આવે છે. કાવ્યસર્જન એ જયમલ્લભાઈનું પ્રમુખક્ષેત્ર નથી રહ્યું, તેમ છતાં તેમણે પ્રસંગોપાત કાવ્યસર્જન પ્રતિ કલમ અવશ્ય ચલાવી છે. તેમનામાં કાવ્ય તથા કલ્પનાનાં જે અંકુરો હતાં, તે લોકવાણીની સંવેદનારૂપે સમય-સમય પર યુગધર્મ તેમજ નિજાનંદ સ્વરૂપે વ્યક્ત થતાં રહ્યાં. આ બધી રચનાઓ ‘જંજીર’ કાવ્યસંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. પુસ્તકમાં સમાવિષ્ટ કુલ 27 રચનાઓને ચાર વિભાગોમાં વહેંચી છે. પહેલા વિભાગમાં શિષ્ટ-કાવ્યો, બીજા વિભાગમાં બાળકાવ્યો, ત્રીજા વિભાગમાં કટાક્ષ-કાવ્યો અને ચોથો વિભાગ દુહાઓનો છે. કટાક્ષ-કાવ્યોનું મુખ્ય લક્ષ્ય રાજકીય વાતાવરણ રહ્યું છે. કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ સઘળી રચનાઓમાં  લોકબોલી તેમજ લોકકલ્પનોનો ઉપયોગ થયેલો છે. રચનાઓનાં કેટલાંક શીર્ષક જોઈએ તો – તરભેટે, શૃંગોની પછીત, શારદાનાં શણગાર, હજી જંજીર બાકી છે, મદરસ, નટખટ બાળક, મે આવે છે, જૂથનો જમાનો, ખુરશીનાં રોગી વગેરે છે.
‘મહાત્મા ગાંધીનો મકરબો’ કાવ્યમાં જયમલ્લભાઈ લખે છે –
ગાંધી બાપુ સાલ સો વાળા,
ભવ રે ભવનાં રહી ગ્યા ઓરતા,
લીલો મેલ્યો તેં મલક લે’રતો,
ઘેરી ઘટા તારી પાનખરે પીંખાઈ,
બાપુ તારા ધમળા ધોળાં.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

જંજીર (કાવ્યસંગ્રહ)

જંજીર (કાવ્યસંગ્રહ)

જંજીર (કાવ્યસંગ્રહ)

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech