જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ગગનને ગોખે
ખગોળ

ગગનને ગોખે

આકાશવિજ્ઞાન વિષયક પુસ્તકો ગુજરાતીમાં અલ્પ સંખ્યામાં છે. તેમાં ‘આકાશપોથી’ અને ‘ગગનને ગોખે’ મહત્વના છે. જયમલ્લ પરમારે ‘ગગનને ગોખે’ સચિત્ર પુસ્તકમાં તારક-દર્શનની વાતો ઘણી વિગતથી કરી છે. એના વિશે વૈજ્ઞાનિક માહિતી આપવા સાથે આપણી અને પશ્ચિમની પુરાણકથ...

સાહિત્યપ્રકારખગોળ
પૃષ્ઠપૃષ્ઠ – 224
કિંમતકિંમત રૂ. 260

પુસ્તક વિશે

આકાશવિજ્ઞાન વિષયક પુસ્તકો ગુજરાતીમાં અલ્પ સંખ્યામાં છે. તેમાં ‘આકાશપોથી’ અને ‘ગગનને ગોખે’ મહત્વના છે. જયમલ્લ પરમારે ‘ગગનને ગોખે’ સચિત્ર પુસ્તકમાં તારક-દર્શનની વાતો ઘણી વિગતથી કરી છે. એના વિશે વૈજ્ઞાનિક માહિતી આપવા સાથે આપણી અને પશ્ચિમની પુરાણકથાઓ તથા લોકકથાઓ, ઇતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની રસભરી વાતો એમણે અહીં આવરી લીધી છે. ખગોળ વિજ્ઞાન જેવા ભારેખમ વિષયને આડંબર વિહીન, લોકભોગ્ય ભાષામાં રજૂ કરવાનો આ પુસ્તકનો ઉપક્રમ છે. સાથે સાથે તેમાં જરા પણ અવૈજ્ઞાનિકતા કે કાલ્પનિકતા ન આવી જાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પુસ્તક કુલ 17 પ્રકરણો અને 6 પરિશિષ્ટોમાં વહેંચાયેલું છે. પ્રકરણોના નામ જોઈએ તે ‘પુનિત હરણાં’, ‘ચલાયમાન ધ્રુવ’, ‘આકાશી તોરણિયાં’, ‘મહાકાય વીંછીડો’, ‘ત્રિભંગી નૃત્ય’, ‘આકાશી અશ્વ’ વગેરે છે. પુસ્તકમાં મૂકાયેલા છ નકશા અને સંખ્યાબંધ ચિત્રો તેની ઉપયોગિતામાં વધારો કરે છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

ગગનને ગોખે

ગગનને ગોખે

ગગનને ગોખે

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech