જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
દુલા કાગના પત્રો-પ્રેરણા
સંસ્મરણો

દુલા કાગના પત્રો-પ્રેરણા

લોકસાહિત્યના વ્યાપક પ્રચાર તથા પ્રસારનાં કામોમાં જેમનો સિંહફાળો રહ્યો છે તેવાં ભેખધારી વ્યક્તિઓનો વિચાર કરીએ તો દુલાભાઈ કાગ તથા જયમલ્લ પરમારનું સ્મરણ સહજ રીતે થાય છે. લોકસાહિત્યને, ચારણી સાહિત્યને જન જન સુધી પહોંચાડવાનું કામ જયમલ્લભાઈનાં લોકસાહિત્યનાં વ્યાપક ખેડાણ તથા દુલાભાઈ કાગ...

સાહિત્યપ્રકારસંસ્મરણો
પૃષ્ઠપૃષ્ઠ – 224
કિંમતકિંમત રૂ. 250

પુસ્તક વિશે

લોકસાહિત્યના વ્યાપક પ્રચાર તથા પ્રસારનાં કામોમાં જેમનો સિંહફાળો રહ્યો છે તેવાં ભેખધારી વ્યક્તિઓનો વિચાર કરીએ તો દુલાભાઈ કાગ તથા જયમલ્લ પરમારનું સ્મરણ સહજ રીતે થાય છે. લોકસાહિત્યને, ચારણી સાહિત્યને જન જન સુધી પહોંચાડવાનું કામ જયમલ્લભાઈનાં લોકસાહિત્યનાં વ્યાપક ખેડાણ તથા દુલાભાઈ કાગની કંઠ અને કહેણીનાં સબળ માધ્યમથી થયું છે. જયમલ્લભાઈનો સાહિત્યકારો સાથેનો સંપર્ક તથા સંવાદ ખૂબ નોંધપાત્ર હતો. ‘ઊર્મિનવરચના’ સામયિક તે માટેનું એક સબળ તથા અસરકારક માધ્યમ હતું. જયમલ્લ પરમાર અને દુલાભાઈ કાગ સાહિત્યનાં અખંડ ઉપાસકો હોવા ઉપરાંત અંગત મિત્રો પણ હતાં. ઉષ્માપૂર્ણ લાગણીનાં સંબંધોથી જીવનભર બંધાયેલાં હતાં. તેમની વચ્ચે થયેલો પત્રવ્યવહાર લોકસંસ્કૃતિનાં ક્ષેત્રનું એક મહત્વનું પ્રકાશન છે. માયાળુ તથા મરમિલા આ હૈયાઓનો નિખાલસ પત્રવ્યવહાર એક ઉત્તમ સાહિત્યકૃતિ ઉપરાંત સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવવા માટે ઉપયોગી દસ્તાવેજી સામગ્રી છે. વ્યાપક રીતે જોઈએ તો ઈ. સ. 1956થી ઈ. સ. 1976 સુધીનાં બે દાયકાનાં સમયપટની દુલાભાઈની આત્મકથાનાં ઓછા જાણીતા અથવા અજાણ્યા પૃષ્ઠો સમાન આ પત્રો છે. આ પુસ્તકમાં કુલ 197 પત્રો સંદર્ભો સહિત સંગ્રહિત કરવામાં આવ્યા છે.

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

દુલા કાગના પત્રો-પ્રેરણા

દુલા કાગના પત્રો-પ્રેરણા

દુલા કાગના પત્રો-પ્રેરણા

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech