જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ધરતીની મહેક (લોકવાર્તા સંગ્રહ)
લોકવાર્તા સંગ્રહો

ધરતીની મહેક (લોકવાર્તા સંગ્રહ)

 લોકવાર્તાઓ ઊર્મિઓને ઝણઝણાવે છે, આતુરતા ઉત્પન્ન કરે છે, જિજ્ઞાસા જગાડે છે. આજે તો સમાજરચના ઘણી બદલાઈ ગઈ છે. સાંજ પડે ને આંગણે કે ઓસરીમાં ખાટલો ઢાળીને દાદી કે દાદા વાર્તા કરતાં હોય, છોકરાં ટોળે વળીને ટહુકાં કરતાં એકતાન થઈ ગયાં હોય અને દાદા-દાદીનો અનુભવનીચોડ વાર્તા દ્વારા પીતા...

સાહિત્યપ્રકારલોકવાર્તા સંગ્રહો
પૃષ્ઠ-

પુસ્તક વિશે

 લોકવાર્તાઓ ઊર્મિઓને ઝણઝણાવે છે, આતુરતા ઉત્પન્ન કરે છે, જિજ્ઞાસા જગાડે છે. આજે તો સમાજરચના ઘણી બદલાઈ ગઈ છે. સાંજ પડે ને આંગણે કે ઓસરીમાં ખાટલો ઢાળીને દાદી કે દાદા વાર્તા કરતાં હોય, છોકરાં ટોળે વળીને ટહુકાં કરતાં એકતાન થઈ ગયાં હોય અને દાદા-દાદીનો અનુભવનીચોડ વાર્તા દ્વારા પીતાં હોય એવાં દ્દશ્યો હવે નજરે પડતાં નથી. બાળકને રમતાં-કૂદતાં જે મળતું તે આજે નથી મળતું. બાળકોની એક આખી મનોસૃષ્ટિ વાર્તાઓ દ્વારા રચાતી જાય. વાર્તા એવું અમોઘ સાધન છે કે આનંદ આપતાં આપતાં જ શિક્ષણ અપાતું જાય. કથનમાં જેટલો આનંદ વાર્તાઓએ પ્રજાજનોને આપ્યો છે, તેટલો જ આનંદ એણે વાંચનમાં પણ લોકોને આપ્યો છે. પ્રસ્તુત પુસ્તકમાં કિશોરો અને યુવાનોને રસ પડે એવી વીસ લોકવાર્તાઓ સંઘરવામાં આવી છે.
વાર્તાઓનાં શીર્ષક જોઈએ તો - ‘સુખુ અને દુઃખુ’, ‘નાગકુમારી’, ‘ખોપરીનો પોકાર’, ‘અખૂટ હાંડલી’, ‘પરવાળાંની શોધ’, ‘કાંકણમાળા’, ‘ભાઈઓનું વહાલ’, ‘શનિ અને લક્ષ્મી’, ‘કોના નસીબનું કોણ ખાય !’ વગેરે.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech