જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ભૂદાન (ત્રિઅંકી નાટક)
નાટકો

ભૂદાન (ત્રિઅંકી નાટક)

વિનોબાજીના ‘ભૂદાન’ આંદોલનને કેન્દ્રમાં રાખીને આ નાટકનું લેખન થયું હતું. ઈ. સ. 1954થી ઈ. સ. 1961 સુધીનાં સાત વર્ષો દરમિયાન ગુજરાત તેમજ મુંબઈમાં ‘ભૂદાન’ નાટકનાં શતાધિક શો થયાં હતાં. સમકાલીન સમયનાં મુખ્ય-મુખ્ય પ્રશ્નો કોઈ પણ સર્જન માટે વસ્તુ તરીકે પસંદ કરવા એ...

સાહિત્યપ્રકારનાટકો
પૃષ્ઠ-

પુસ્તક વિશે

વિનોબાજીના ‘ભૂદાન’ આંદોલનને કેન્દ્રમાં રાખીને આ નાટકનું લેખન થયું હતું. ઈ. સ. 1954થી ઈ. સ. 1961 સુધીનાં સાત વર્ષો દરમિયાન ગુજરાત તેમજ મુંબઈમાં ‘ભૂદાન’ નાટકનાં શતાધિક શો થયાં હતાં. સમકાલીન સમયનાં મુખ્ય-મુખ્ય પ્રશ્નો કોઈ પણ સર્જન માટે વસ્તુ તરીકે પસંદ કરવા એ એક દ્દષ્ટિએ સહેલું તો બીજી દ્દષ્ટિએ અઘરૂં કામ છે. વિનોબાજીની ભૂદાન પ્રવૃત્તિ ગત સદીનાં પાંચમાં અને છઠ્ઠા દાયકાની મહત્વની પ્રવૃત્તિ હતી. ‘ભૂદાન’ પ્રવૃત્તિનાં કેન્દ્રવર્તી વિચારને નાટ્ય થકી જયમલ્લભાઈએ અહીં કલાત્મક ઘાટ આપ્યો છે. આ નાટકમાં પ્રત્યેક પાત્રનું સ્વતંત્ર વ્યક્તિત્વ જળવાયું છે. ત્રિઅંકી નાટકમાં રસ સાદ્યંત જળવાઈ રહે છે. નાટકની વસ્તુ સંકલના રસાળ અને કલામય છે. વિનોબાજીએ સાહિત્યકારોને સૂચન કર્યું હતું કે તમે વાર્તાઓ, નવલકથાઓ, કાવ્યો દ્વારા ‘ભૂદાન’ પ્રવૃત્તિનો જનતામાં પ્રચાર કરો. ‘ભૂદાન’ નાટક એ દિશાનું મહત્વનું પગલું હતું.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech