જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
અલબેલા પંખીઓ
પક્ષીપરિચય ગ્રંથાવલિ

અલબેલા પંખીઓ

જીવનવ્યવહારથી તંગ આવી ગયેલો માનવી, જીવનમાં હતાશા અને અસ્વસ્થતા અનુભવતો હોય છે. પછી જ્યાંથી વધારે સુખ પેદા થાય એવાં આનંદનાં સાધનો તરફ એ વળી જાય છે. ત્યારે એને નિર્વ્યાજ આનંદ આપનારૂં આકર્ષણ પંખીઓ બની શકે. પક્ષીઓનાં રંગબેરંગી શરીર, એમનું લોકોત્તર અંગસૌષ્ઠવ, એમનાં ધમાલિયાં જીવન, ઉન્મ...

સાહિત્યપ્રકારપક્ષીપરિચય ગ્રંથાવલિ
પૃષ્ઠપૃષ્ઠ – 389

પુસ્તક વિશે

જીવનવ્યવહારથી તંગ આવી ગયેલો માનવી, જીવનમાં હતાશા અને અસ્વસ્થતા અનુભવતો હોય છે. પછી જ્યાંથી વધારે સુખ પેદા થાય એવાં આનંદનાં સાધનો તરફ એ વળી જાય છે. ત્યારે એને નિર્વ્યાજ આનંદ આપનારૂં આકર્ષણ પંખીઓ બની શકે. પક્ષીઓનાં રંગબેરંગી શરીર, એમનું લોકોત્તર અંગસૌષ્ઠવ, એમનાં ધમાલિયાં જીવન, ઉન્માદભર્યાં ગાન અને આપણી આસપાસના એમના અનિયંત્રિત સંચારનું શ્રવણ તથા દર્શન, અશાંતિમાંથી આપણને શાંતિ તરફ, નિરાશામાંથી આનંદ તરફ લઈ જઈ શકે.


આપણા જીવનના એક અમૂલ્ય અંગ સમા પક્ષીઓના આ પુસ્તક ‘અલબેલા પંખીઓ’માં લોકપરિચિત 20 પક્ષીઓ (મોર, પોપટ, કલકલિયો, કોયલ, બપૈયો, કાળીઓકોશી, હંસ, સારસ, કુંજલ, કાબર, દેવચકલી, પારેવા, ગીધ વગેરે)નો પરિચય રસાળ તેમજ લોકભોગ્ય ભાષામાં આપવામાં આવ્યો છે. પુસ્તકનો બીજો વિભાગ અભ્યાસલેખોનો છે. તેમાં ‘પ્રજાજીવનમાં પક્ષીઓ’, ‘લોકસાહિત્યનો શણગાર’, ‘દુહામાં પક્ષીઓ’, ‘લોકગીતો અને લગ્નગીતોમાં પક્ષીઓ’ લેખોનો સમાવેશ થાય છે. પક્ષીઓ વિષયક સંખ્યાબંધ દુહાઓ, ભજનો, લોકગીતો, લગ્નગીતો અહીં ગ્રંથસ્થ થયા છે. લેખકનો પક્ષીઓ ઉપરનો અભ્યાસ પુસ્તકિયો નહીં, પણ સ્વાનુભવનો છે. સખત રઝળપાટ અને જાતનિરીક્ષણને પગલે આ લેખો લખાયા છે. પક્ષીઓ જેવા વૈજ્ઞાનિક અને અઘરા વિષયને લોકભોગ્ય ભાષામાં રજૂ કરતા પુસ્તકો ગુજરાતી ભાષામાં અલ્પ છે. તેમાં ‘અલબેલા પંખીઓ’ અગત્યનું પ્રકાશન છે. પુસ્તકના આરંભે મુકાયેલા 16 રંગીન ફોટાઓ તેનું મહત્વ વધારે છે. ‘મોર’ ઉપરનો 34 પૃષ્ઠનો અને ‘પ્રજાજીવનમાં પક્ષીઓ’ 35 પૃષ્ઠનો લેખ, લેખકના જ્ઞાન, નિરીક્ષણ તેમજ અનુભવના નિચોડ જેવા છે.

 

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech