જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ખંડિત ક્લેવરો
નવલકથાઓ

ખંડિત ક્લેવરો

ગુજરાતી સાહિત્યમાં હાસ્યપ્રધાન અને કટાક્ષ નવલકથાઓની સંખ્યા જૂજ છે. આ પૈકી ‘ખંડિત ક્લેવરો’ એક છે. ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયેલા લેખકે 1930 થી 1942ના 12 વર્ષ દરમ્યાન જે જોયું-અનુભવ્યું તેનું ચિત્રણ ‘ખંડિત ક્લેવરો’ નવલમાં કર્યું છે. અહીં હાસ્ય છે, તે વેદનાન...

સાહિત્યપ્રકારનવલકથાઓ
પૃષ્ઠપૃષ્ઠ – 276
કિંમતકિંમત રૂ. 60

પુસ્તક વિશે

ગુજરાતી સાહિત્યમાં હાસ્યપ્રધાન અને કટાક્ષ નવલકથાઓની સંખ્યા જૂજ છે. આ પૈકી ‘ખંડિત ક્લેવરો’ એક છે. ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયેલા લેખકે 1930 થી 1942ના 12 વર્ષ દરમ્યાન જે જોયું-અનુભવ્યું તેનું ચિત્રણ ‘ખંડિત ક્લેવરો’ નવલમાં કર્યું છે. અહીં હાસ્ય છે, તે વેદનાનું છે. આ પુસ્તક પ્રથમ વખત પ્રસિધ્ધ થયું ત્યારે ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં તેણે ભારે ચર્ચા જગાવેલી. ખાસ કરીને આ પુસ્તકનો વિષય તેમજ લખાણની શૈલી અનેક વાચકોને આકર્ષી ગયેલા. પ્રણયજીવન, લગ્નજીવન અને ગૃહજીવનની વિષમતાઓમાંથી ઊભી થયેલી જે સમસ્યા સમાજને મૂંઝવી રહી છે, એને રજૂ કરવાનો અહીં ઉદ્દેશ છે. લેખક ‘ખંડિત ક્લેવરો’ નવલકથામાં માનવ સ્વભાવના સનાતન ઉપહાસનીય ભાવો, દંભ, અભિમાન, વિડંબના, અને આત્મવંચના ઉપર કટાક્ષ કરે છે.
ગાંધીયુગની આ નવલકથામાં એક સળંગ કટાક્ષદ્દષ્ટિ પરોવાયેલી છે. છતાં તેમાં સત્યનો સ્પષ્ટ ભાસ થાય છે. એટલે લેખકે આ વાર્તા કેવળ રમૂજ અર્થે લખી નથી. આપણા સમાજમાં શું ચાલે છે તે સ્પષ્ટ કહેવાનો લેખકનો ઉદ્દેશ છે. 22 પ્રકરણોમાં વહેંચાયેલી આ સમસ્યાગત નવલ ઉપર અનેક ખ્યાતનામ વિવેચકોએ વિવેચનો લખ્યા છે. વાચકને સાદ્યંત જકડી રાખતી ‘ખંડિત ક્લેવરો’ ગુજરાતી હાસ્ય નવલકથાનું એક મહત્વનું પુસ્તક છે.

 

પ્રાપ્તિસ્થાન એડ્રેસ

પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ

વિશેષ વિગતો સંપર્ક

Contact No. 94262 29517

ઓડિયો સાંભળો

ખંડિત ક્લેવરો

ખંડિત ક્લેવરો

ખંડિત ક્લેવરો

પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.

તમારું બ્રાઉઝર ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech